તીર કપાળમાં ઘૂસી ગયું: છોટા ઉદેપુરમાં પાડોશીએ ધનુષ-બાણથી હુમલો કરતાં ઘાયલ, મગજ-આંખની નસો સુધી પહોંચી ગયું, ઓપરેશન કરાયું

તીર કપાળમાં ઘૂસી ગયું: છોટા ઉદેપુરમાં પાડોશીએ ધનુષ-બાણથી હુમલો કરતાં ઘાયલ, મગજ-આંખની નસો સુધી પહોંચી ગયું, ઓપરેશન કરાયું
વડોદરા
6 કલાક પહેલાં

શહેરના સયાજી હોસ્પિટલ ખાતે કપાળમાં વાગેલા તીર સાથે લવાયેલા યુવાનની ન્યુરો સર્જરી વિભાગ અને ઓપ્થોમોલોજી વિભાગે સફળ સર્જરી કરી છે. ઘટના અંગે સયાજી હોસ્પિટલ દ્વારા જાણવા મળ્યા મુજબ છોટાઉદેપુરના કવાંટ પાસેના ઉગલીયા ગામમાં રહેતા દિલીપભાઈ ધમાક ઉપર તેમના પાડોશીએ ધનુષ અને તીર વડે હુમલો કર્યો હતો. 
9 માર્ચે બનેલી આ ઘટનામાં દિલીપભાઈના આંખની ઉપર કપાળના ભાગે ખુંપી ગયેલા તીરે આંખને વિંધિ મગજમાં ઇજા પહોંચાડી હતી. તીરની ટોચ મગજની મુખ્ય નળીની નજીક હતી. તેનુ ઓપરેશન ન્યુરોસર્જન અને ઓપ્થોમોલોજીસ્ટની ટીમે કર્યું હતું.

દર્દીની 3 કલાક જેટલી લાંબા સમયની સર્જરી સફળ રહી હતી. જેમાં આંખ અને મગજની નળીઓ બંનેને બચાવવામાં સયાજી હોસ્પિટલના ડો.પાર્થ મોદી, ડોક્ટર અંકિત શાહ, ડો. વિનય અને ડો. શ્રુતિબ જુનેજાનો સમાવેશ થાય છે.

3D exre ma joi sakay che teer magaj ni nas sudhi pahonchi gayu che 

Post a Comment

0 Comments